ચાલુ વર્ષે ચારધામ યાત્રા દરમિયાન 246 શ્રદ્ધાળુઓના મોત

ચાલુ વર્ષે ચારધામ યાત્રા દરમિયાન 246 શ્રદ્ધાળુઓના મોત

ચાલુ વર્ષે ચારધામ યાત્રા દરમિયાન 246 શ્રદ્ધાળુઓના મોત

Blog Article

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે આ વર્ષે 240થી વધુ યાત્રાળુઓ મોત થયા હતા. હેલિકોપ્ટર દ્વારા હિમાલયના મંદિરોની મુલાકાત લેતા ભક્તોમાં મૃત્યુદર સૌથી ઊંચો રહ્યો હતો.

કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોને શિયાળાને કારણે બંધ કરાયા હોવાથી આ યાત્રા હવે લગભગ પૂરી થઈ છે. બદ્રીનાથ ધામ 17 નવેમ્બરે બંધ કરાશે. તીર્થયાત્રીઓના મૃત્યુ પાછળ ઉંચાઈ સંબંધિત બીમારી, ઓક્સિજનની ઉણપ અને કાર્ડિયાક અરેસ્ટ સૌથી સામાન્ય કારણો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર આ વર્ષે ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 246 લોકોના મોત થયા છે જેમાંથી બદ્રીનાથમાં 65, કેદારનાથમાં 115, ગંગોત્રીમાં 16 અને યમુનોત્રીમાં 40 ઉપરાંત હેમકુંડ સાહિબના શીખ મંદિર ખાતે 10 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (USDMA) એ જણાવ્યું હતું કે આ વર્ષે સ્વાસ્થ્યના કારણોસર શ્રદ્ધાળુઓના મૃત્યુની સંખ્યામાં થોડો વધારો થયો છે કારણ કે ગયા વર્ષે આ આંકડો 242 હતો.

સિક્સ સિગ્માના CEO ડૉ. પ્રદીપ ભારદ્વાજે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરમાં ઊંચાઈવાળા મંદિરો સુધી પહોંચનારા યાત્રીઓમાં મૃત્યુદર સૌથી વધુ છે કારણ કે તેઓ કોઈ અનુકૂલન પ્રક્રિયામાંથી પસાર થયા વિના ઊંચાઈઓ પરની કઠોર હવામાન પરિસ્થિતિઓના સીધા સંપર્કમાં આવે છે.નીચાણવાળા વિસ્તારોમાંથી શરૂ થયાની મિનિટોમાં હવાઈ માર્ગે 3000 મીટરની ઉપર સ્થિત મંદિરો સુધી પહોંચવાથી યાત્રિકો અચાનક એવા તાપમાનમાં આવી જાય છે જેનાથી તેઓ ટેવાયેલા ન હોય.

Report this page